સગીરાને ફોસલાવી લગ્નની લાલચ અપાઈ

admin
1 Min Read

ભરૂચમાંથી સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયાની પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર બુધાભાઇ વાલમભાઇ બારિયા મૂળ રહે. ગોધરા જિ. પંચમહાલ નાઓની દીકરી છેલ્લા પંદરેક દિવસથી તેઓના સાળા ચિરાગ દિનેશભાઈ વસાવા રહે. ભરૂચના એક ગામ ખાતે બીમાર હોવાથી ફરવા માટે મોકલી હતી.ગત પંદરમી ઓગસ્ટના રોજ સગીરાના માતા પિતા રક્ષાબંધન પર્વ નિમિત્તે આવેલા ત્યારે ચિરાગ તથા બુધાભાઇના સાસુ તથા સરોજબેન દ્વારા જાણવા મળ્યું હતું કે સગીરા શેમ્પુ લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી તે પરત ન ફરતાં અમે તપાસ કરતાં સગીરા દેખાઈ ન આવતા બુધાભાઇની પત્ની દ્વારા જાણવા મળ્યું હતું કે સગીરા પૂનમ નરેશ વસાવા રહે. ભરૂચ જિલ્લાના એક ગામનાઓએ ગત ‍૧૫ મી ઓગસ્ટના રોજ સવારે છ કલાકે  સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે સંદર્ભે સગીરાના પિતાએ પૂનમ નામના યુવક વિરૂદ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Share This Article