બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન મૂશળધાર વરસાદમાં પણ પોતાની ફિલ્મ ‘દબંગ 3’ નું શુટિંગ કરી રહયા છે. સલમાને ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર ‘દબંગ 3’ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બ્લેક ટીશર્ટ અને મૂછોવાળા લૂકમાં દેખાય છે. આ વિડીયોમાં સલમાન બધાને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતો જોવા મળી રહ્યો છે. દબંગ 3 નું શુટિંગ જયપુરમાં ચાલી રહ્યું છે.’દબંગ 3’ના નિર્દેશક પ્રભુદેવા છે અને સલમાન ખાન અને તેનો ભાઇ અરબાઝ ખાન આ ફિલ્મના નિર્માતા છે.આ ફિલ્મ દ્વારા અભિનેતા-ફિલ્મકાર મહેશ માંજરેકરની દીકરી સાઈ બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સાઈ આ ફિલ્મમાં સલમાન ખાનના પાત્ર ચુલબુલ પાંડેની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે.દબંગ 3નું શુટિંગ ચાલુ થતા જ લોકો વચ્ચે ખુબ ચર્ચિત ફિલ્મ બની ચુકી છે. દબંગ અને દબંગ 2ને લોકોએ ખુબ પસંદ કરી હતી.