સાનિયા નેહવાલએ શેયર કરી પરિણીતીની તસ્વીર

admin
1 Min Read

પરિણીતી ચોપરા હાલમાં સાનિયા નેહવાલની બાયોપિક માટે તૈયારી કરી રહી છે. સાનિયા નેહવાલે હાલમાં જ પોતાની બાયોપિકનો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો અને પરિણીતી ચોપરા માટે સ્પેશિયલ મેસેજ લખ્યો હતો……પરિણીતી ચોપરા 11 ઓક્ટોબરથી સાનિયા નેહવાલની બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. સાનિયાએ પરિણીતીની તસવીર શૅર કરીને પોસ્ટ કર્યું હતું કે તે આ યાત્રાની સાથે મળીને રાહ જોઈ રહી છે. તે સાનિયા નેહવાલ બાયોપિક ટીમને શુભેચ્છા પાઠવે છે. આ પોસ્ટ પર પરિણીતીએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે તે ઘણી જ નર્વસ છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને અમોલ ગુપ્તે ડિરેક્ટ કરી રહ્યાં છે અને ભૂષણ કુમાર પ્રોડ્યૂસર છે. ફિલ્મમાં કોચ ગોપીચંદની ભૂમિકામાં માનવ કૌલ છે……….પરિણીતી છેલ્લા અઢી મહિનાથી બેડમિન્ટન રમવાની ટ્રેનિંગ લેતી હતી. સાનિયા કેવી રીતે રમે છે, તેની બોડી લેંગ્વેજ પણ તેણે શીખી છે. આટલું જ નહીં પરિણીતીએ સાનિયા કોની સામે અને કોની સાથે રમી તે બધું પણ જોયું છે.

 

Share This Article