બનાસ ડેરી દ્વારા ગામડાઓમાં સેનિટાઇઝરની કામગીરી હાથ ધરાઇ

admin
2 Min Read

ડેરીમાં દુધ ભરાવવા આવતા વ્યક્તિઓને ચેપ ન લાગે તે માટે તકેદારીના ભાગ રૂપે સેનીટાઇજર કરવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે, બફર ઝોન ગામના આજુ-બાજુના દસ ગામોને સેનિટાઇઝર કરવામાં આવ્યા હતા. તેમજ પાલનપુર તાલુકાના ગઢામણ ગામને બફર જોન જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે બનાસડેરીમાં દુધ ભરાવવા આવતા વ્યક્તિઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે બનાસડેરી દ્વારા બફર જોન બાજુના વાસણા જગણા ગામમાં આવેલા દૂધ મંડળીના ચેરમેને  ગુલાબસિંહ પરમાર જોડે રહીને આખા ગામમાં દવાનો છનટકાવ કરાવ્યો હતો અને બફર જોનની ગામની આઠ કિલો મિટરમાં આવેલા ગામમાં સેનેટાઇઝર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

કોરોના વાયરસના બનાસકાંઠામાં 18 કેસ પોજીટીવ સરકારી ચોપડે નોંધાયા છે. જેના પગલે પાલનપુર તાલુકાના ગઠામણ ગામના મોટાભાગના વ્યક્તિઓ પોજીટીવ છે. જેના ભાગ રૂપે જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી કોરોના પોજીટીવ ગામને બફર જોન જાહેર કરાયા છે. જેના પગલે ડેરીમાં દુધ ભરાવવા માટે આવતા વ્યક્તિઓ કોરોના વાયરનો ભોગ ન બને તે માટે બનાસડેરી દ્વારા બફર જોન જાહેર થયેલા ગઠામણ નજીક આવેલા સાગ્રોસણા,  ભાવિસણા,  રામનગર,  વાસણા જગાણા,  ઉમિયા નગર, શિવશક્તિ નગર, બાદરપુરા, ટાકરવાડા સહીત દસ ઉપરાંતના ગામમાં બનાસડેરી દ્વારા સેનેટાઇઝર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેના પગલે દુધ ભરાવવા આવતા પશુ પાલકોને રાહત અનુભવી હતી.

 

 

 

Share This Article