જામનગરમાં શાકભાજીના વિક્રતાઓનું થર્મલ સ્કેનિંગ

admin
1 Min Read

જામનગરમાં આજથી શાકભાજીના વિક્રતાઓને ત્યાં થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા પગલું ભરવામાં આવ્યું છે. મહત્વનુ છે કે, જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં શાકમાર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું છે. ખોડિયાર કોલોની વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતાં વેપારીનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાશ લીધો હતો. તેમજ સાથે સાથે લારીઓ પર આવતા ગ્રાહકોનું પણ થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે.જોકે છેલ્લા ૧૪ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.  તકેદારીના ભાગરૂપે ભીડભાડવાળી જગ્યાઓ પર હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય શહેરોમાં શાકભાજી વેચતા લોકોના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના બહાર આવ્યું છે.  ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

Share This Article