બનાસકાંઠા-જામીન પર છૂટેલા જીજ્ઞેશ મેવાણીની વડગામમાં સત્યમેવ જયતે સભા યોજાઈ

Subham Bhatt
2 Min Read

અગાઉ ટ્વીટ બાબતે આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસ પરથી જીજ્ઞેશ મેવાણી ની કરાઈ હતીવડગામ મત વિસ્તારના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા કરાયેલીઅટકાયત બાદ નવ દિવસ સુધી જેલમાં રહી જામીન પર છૂટ્યા બાદ ગુજરાત પરત ફરતા તમામ જગ્યાઉપર ધારાસભ્યને સત્કારવા માટે કોંગ્રેસ દ્વારા સત્યમેવ જયતે સભાનું આયોજન કરાયું હતું જેને લઈબનાસકાંઠા કોંગ્રેસ સમિતિ અને વડગામ કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે ઉપરઆવેલ છાપી હાઇવે થી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને ફૂલહાર પહેરાવી બાઇક રેલી યોજી વડગામ  વી.જે.પટેલ હાઈસ્કૂલ પાછળ સભા સ્થળ સુધી રેલી યોજાઈ હતી

Satyamev Jayate Sabha held in Vadgam of Jignesh Mewani, who was released on bail in Banaskantha

જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિતરહ્યા હતા જાહેર સભા દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ વાવ સીટ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીમાટે છોડવી પડે તો છોડવાની પણ તૈયારી બતાવી હતી જીગ્નેશ મેવાણી પોતાના ભાષણ દરમિયાનભાજપ ને આડે હાથ લીધી હતી તેમજ મુન્દ્રા ખાતે પકડાયેલ ડ્રગ્સ ના કેસ પર ની કાર્યવાહી મુદ્દે પોલીસતંત્ર પણ સવાલો ઉભા કર્યા હતા જીગ્નેશ મેવાણી દ્વારા ઉના આંદોલન દરમિયાન થયેલા દલિતો પરનાકેસ પાછા ખેંચવા તેમજ બનાસકાંઠા માં થયેલ સી એ એ અને એન.આર.સી ના આંદોલન દરમિયાનમાઈનોરીટી સમાજ ઉપર થયેલા કેસો તેમજ પ્રધાનજી ઠાકોર અને પદ્ધમાવતિ ફિલ્મ ના વિરોધ માંક્ષત્રિય સમાજ પર થયેલા કેસ અને વિપુલ ચૌધરી પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે નહીંતર એક મે ના રોજ ગુજરાત બંધ નું એલાન જાહેર મંચ પરથી કર્યું હતું….

Share This Article