સાવરકુંડલા : દિવાળીની રાત્રે ખેલાય છે ઈંગોરીયા યુદ્ધ

admin
2 Min Read

દિવાળીના તહેવાર સાથે વિવિધ પ્રકારની પરંપરાઓ છે. આવી જ એક પરંપરા સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં 6 દાયકાથી વ્યાપેલી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં દિવાળીની રાત્રીએ ઈંગોરીયા યુદ્ધ ખેલાય છે. અહીંયા યુવાનો દ્વારા નદીના પટમાં એક બીજા પર દારૂ ભરેલા ઈંગોરિયા ફેંકવામાં આવે છે જેને જોવા આસપાસના વિસ્તારોના હજારો લોકો આવે છે.     ઈંગોરીયાના વૃક્ષ પર ફળ થાય છે જેને ઈંગોરીયું કહેવામાં આવે છે. ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠ થી દસ ફૂટનું હોય છે તેના ચીકુ જેવા ફળ આવે છે. સાવરકુંડલા પંથકમાં આ ઈંગોરીયામાં દારૂ-ગંધક, કોલસાની ભૂકી મિશ્રણ કરી એક પ્રકારના ઇકોફ્રેન્ડલી ફટાકડા તૈયાર કરવામાં આવે છે. યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી એકદા મહિના પહેલાં ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દેવાય છે. રબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદર ના તેમાં દારૂ-ગંધક-સુરોખાર અને કોલસા ની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસી ને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય જેને દીવાળીની રાત્રીએ ફોડવામાં આવે છે.દિવાળીની રાત્રીએ આ યુદ્ધ સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા વચ્ચે ખેલાય છે. યુવાનો એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખી ને ટોળી ઓને દૂર દૂર સુધી ખસેડી દઈ છે. હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે, તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય છે. આ રોમાંચિત લડાઈમાં આનંદ કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે કયારેક કોઈ ના કપડાં પણ દાઝી જાય છે. રાતના દસ વાગ્યા થી સવાર સુધી આ ઈંગોરીયાની લડાઈ ચાલે છે.

Share This Article