મહેસાણા : શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોની ભીડ

admin
1 Min Read

નૂતન વર્ષને લઈને યાત્રાધામો દેવી-દેવતાઓના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. બહુચર માતાજીના આદ્યસ્થાનક એવા 5200 વર્ષ પ્રાચીન શંખલપુર સ્થિત મંદિરે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. અહીં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચર માતાજીને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલના જણાવ્યા મુજબ માતાજીના દર્શને આવતા દરેક માઇભક્ત માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.પાંચ હજારથી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે ટોડા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી વિનામૂલ્યે માઈભક્તો માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. માતાજીનું આ સ્થાનક યાત્રાધામ બહુચરાજીથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું છે, બહુચરાજી દર્શન કર્યા બાદ શંખલપુર બહુચર માતાજીના દર્શન ન કરો તો યાત્રા અધૂરી રહેતી હોવાની શ્રદ્ધા વિદ્યમાન છે.

Share This Article