આ રાજ્યના પાટનગરમાં કોરોના સંક્રમણને લઈ સ્કૂલ બંધ

admin
1 Min Read

દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે જે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્શન મોડમાં છે. ત્યારે ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ વહિવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. જે અંતર્ગત મહારાષ્ટ્રનું કેપિટલ મુંબઈ શહેરમાં તમામ શાળાઓને 31 ડિસેમ્બર સુધી બંદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીએમસીએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી અને જણાવ્યું કે, મુંબઈમાં તમામ સ્કૂલ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. મહાનગરમાં કોરોના વાયરસ મહામારીના વધતા જતા કેસોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે ચાલુ મહિનાની શરુઆતમાં જ જાહેરાત કરી હતી કે કોવિડ 19ની ગાઈડલાઈનને ધ્યાનમા રાખી 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ફરીથી ખુલી દેવામાં આવશે. જોકે, હવે મુંબઈની સ્કૂલો ચાલુ વર્ષ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાજ્યના અન્ય ભાગોમાં 23 નવેમ્બરથી સ્કૂલ કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ખોલવામાં આવી શકે છે.

Share This Article