ભરૂચમાં કમોસમી વરસાદ , ખેડૂતોની ચિંતામાં થયો વધારો

admin
1 Min Read

હાલ સમગ્ર દેશને જ્યારે કોરોનાએ પોતાના ભરડામાં લીધો છે. ત્યારે બીજી તરફ પડતાં પર પાટુની જેમ વાતાવરણે પણ કરવટ બદલીને પોતાનો મિજાજ બતાવ્યો છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં વરસાદ શરૂ થતાં ગ્રામજનો અચંબિત થઈ ઉઠ્યા હતા.

ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. થોડીવાર ખાબકેલા વરસાદને પગલે શેરીઓમાંથી પાણી વહી નીકળ્યાં હતાં. વરસાદને પગલે વાતાવરણ પણ આહલાદક બનવા પામ્યું હતું. કમોસમી વરસાદના પગલે કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

એક બાજુ મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે. તો બીજી બાજુ કમોસમી વરસાદ આમ એકસાથે બે-બે કુદરતી આપદાઓએ લોકોને વિમાસણમાં મૂકી દીધા છે.

Share This Article