શાહરુખનો હોસ્ટ ડેવિડ સાથેનો સ્પેશિયલ એપિસોડ

admin
1 Min Read

નેટફ્લિક્સ પર ‘માય નેકસ્ટ ગેસ્ટ વિથ ડેવિડ લેટરમેન એન્ડ શાહરુખ ખાન’નો સ્પેશિયલ એપોસિડ 25 ઓક્ટોબરે સ્ટ્રીમ થશે. આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ શોમાં શાહરુખ ખાન પોતાની અત્યાર સુધીની જર્ની અંગે વાત કરશે. ટ્રેલરમાં શાહરુખ ખાન જ્યારે સ્ટેજ પર આવે છે, ત્યારે ચાહકો તાળીઓથી તેનું સ્વાગત કરે છે અને સતત તાળીઓ પાડતા હોય છે. શાહરુખ ખાન પોતાના ચાહકોને શાંત રહેવાનો ઈશારો પણ કરે છે. ડેવિડ કહે છે કે અત્યાર સુધી જેટલા પણ મહેમાનો આવ્યાં તેમાં કોઈ મહેમાનનું સ્વાગત આ રીતે થયું નથી.

વાતચીતમાં શાહરુખ કહે છે કે તેણે વર્ષો સુધી ડેવિડ લેટરમેનના ‘લેટ નાઈટ ટોક શો’ જોયા છે અને તે ડેવિડની ઈન્ટરવ્યૂ કરવાની સ્ટાઈલનો જબરજસ્ત ફૅન છે. તેને સન્માનની લાગણી થઈ કે તે ડેવિડને પોતાની જર્ની અંગે વાત કરી રહ્યો છે.આ સ્પેશિયલ શો માટે શાહરુખ ખાન મે મહિનામાં ન્યૂ યોર્ક ગયો હતો. ત્યારબાદ ઈદ પર ડેવિડ લેટરમેન ભારત આવ્યા હતાં. શાહરુખ પોતાના બંગલા મન્નતની બાલકનીમાં જ્યારે દીકરા અબરામ સાથે ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવતો હતો ત્યારે ડેવિડ લેટરમેન પણ ત્યાં હાજર હતાં. ચાહકોમાં શાહરુખ ખાનની દિવાનગી જોઈને તેમને પણ નવાઈ લાગી હતી.

Share This Article