હેલિકોપ્ટર સેવા શરૂ કરવાને લઈને વિવાદ

admin
1 Min Read

જૂનાગઢમાં ફરી એકવાર ખાનગી કંપની દ્વ્રારા પ્રાયોગિક ધોરણે ભવનાથથી અંબાજીના મંદિર સુધી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. આ અંગે સ્થાનિક તંત્રથી લઈને વનવિભાગ કામે લાગ્યુ છે. હેલિકોપ્ટર સેવાને લીધે દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ ગિરનારની તળેટી જ નહી પણ ટોચનીય મજા માણી શકશે. પરંતુ હાલ તેમાં એક વિવાદ ઉભો થયો છે. જૂનાગઢમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવાને લઈને વિવાદ થયો છે. ભવનાથના પાર્કિંગમાં ઓફિસ અને મસમોટા હોર્ડિંગ્સ ખડકે દેવાયા છે..જો કે વહીવટી તંત્રેએ કોઈ પ્રકારની મંજૂરી આપી નથી. વેસ્ટન બર્ડ એવિએશન સર્વિસ નામની કંપનીએ હોર્ડિંગ્સ અને ઓફિસો લગાવી દીધી છે..જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં ઓફિસ અને હોલ્ડિંસો લગાવ્યા છતાં તંત્ર હજુ સુધી અજાણ છે. જ્યારે મીડિયા ટનાસ્થળે  પહોંચ્યું ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતુ..ત્યારબાદ કલેકટર અને ડીડીઓનીઓએ તાત્કાલિક સ્થળ તપાસ કરવાના આદેશ આપ્યા છે.

 

Share This Article