ગુજરાતમાં ખાડા નહીં, ખાડામાં ગુજરાત : શંકરસિંહ બાપુનો સરકાર પર કટાક્ષ

admin
1 Min Read

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ પડેલા સાર્વત્રિક વરસાદના પગલે નદી-નાળા સહિત ડેમમાં પાણીની સારી આવક થઈ છે. જોકે આ સાથે ભારે વરસાદના પગલે કેટલાક જિલ્લાઓમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ પર જ્યાં ત્યાં ખાડા પડી જતા તંત્રની પોલ પણ ખુલી છે.

ત્યારે હવે આ મામલે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ સરકારને આડેહાથ લીધી છે. શંકરસિંહ વાઘેલાએ આ અંગે ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. શં

કરસિંહ વાઘેલાએ ટ્વિટ કરતા લખ્યુ છે કે, ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે. આ ભાજપે કરેલા ભ્રષ્ટાચારના ખાડા છે. શંકરસિંહ બાપુએ ટ્વિટ કરી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એટલુ જ નહીં શંકરસિંહે આ ટ્વિટમાં એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે.

મહત્વનું છે કે, ટ્વિટર પર હાલ રાજ્યના વિવિધ ભાગોમાં રસ્તાઓ પર પડેલા ખાડાને લઈને હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યુ છે. જેમાં શંકરસિંહ વાઘેલા ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ રાજ્ય સરકારની પ્રિ મોન્સુનની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

તેમજ રાજ્યની જનતા પણ રસ્તાઓ પર પડેલા ખાડાના વિડિયો અને ફોટો પોસ્ટ કરીને રુપાણી સરકારને ઘેરી રહી છે.

Share This Article