આતંકી હુમલાના એલર્ટ વચ્ચે સંસદ પાસેથી ઝડપાયો શંકાસ્પદ, ષડયંત્રની આશંકા

admin
1 Min Read

દિલ્હીમાં આતંકી હુમલાના એલર્ટ વચ્ચે સંસદ ભવન પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. શંકાસ્પદ વ્યક્તિની વિજયચોક પાસેથી સીઆરપીએફના જવાનોએ ઝડપી પાડ્યો હતો. જેની દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ શરુ કરવામાં આવી છે.  

મળતી માહિતી મુજબ, દેશની રાજધાની દિલ્હીના વિજય ચોક પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો છે. ફિરદૌસ નામનો આ યુવક સંસદ ભવન પાસે આંટાફેરા કરી રહ્યો હતો. સંદિગ્ધ ગતિવિધિઓના પગલે ત્યાં હાજર રહેલા CRPFના જવાનોએ તેને પકડી લીધો. પૂછપરછ કરતા યુવકે પોતાના અંગે અલગ અલગ જાણકારીઓ આપી.

ત્યારબાદ આ યુવકને સંસદભવન પોલીસ મથકે લઈ જવાયો. જ્યાં તેની નવેસરથી પૂછપરછ થઈ રહી છે. અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણકારી અપાઈ છે. ઝડપાયેલ શખ્સ પાસેથી એક કાગળ પણ મળી આવ્યુ છે જેમાં એક કોડવર્ડ પણ છે.

તેની પાસેથી બે ઓળખપત્રો મળી આવ્યા છે જેમાં આધારકાર્ડ અને એક ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યું છે. બન્ને દસ્તાવેજોમાં તેનું નામ પણ અલગ અલગ છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં તેનું નામ ફિરદોસ છે જ્યારે આધારકાર્ડમાં નામ મંજૂર અહમદ અહંગેર છે. હાલ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ વધુ જાણકારી સામે આવી નથી.

Share This Article