સાબરકાંઠા જિલ્લાના 140 પંપ પર પેટ્રોલ-ડીઝલની અછત

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પેટ્રોલ પંપ પર ભાવ ઘટતાં અસર જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટયા તો ગ્રાહકો વગરના થયા પેટ્રોલ પંપો. પેટ્રોલ ડીઝલમાં સરકારે ભાવ ઘટાડી ગ્રાહકોની રાહત આપી જિલ્લાના 140 થી વધુ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ખાલી થયા છે. જેને કારણે ગ્રાહકોને પેટ્રોલ ડીઝલ લીધા વગર પાછું જવું પડી રહ્યું છે.

Shortage of petrol-diesel at 140 pumps in Sabarkantha district

પેટ્રોલ પંપ પર ભાવમાં ઘટાડો થયા બાદ જથ્થો ઓછો આવતા અસર વર્તાઈ રહી છે. હિંમતનગર શહેરમાં 10 થી વધુ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ખાલી થતાં ગ્રાહકો પાછા ફર્યા હતા. ભાવ ઘટાડા બાદ જથ્થો જરૂરિયાત કરતાં 50 ટકા કરતાં પણ ઓછો આવી રહ્યો છે. પેટ્રોલ પંપના માલિકો અને કર્મચારીઓ જથ્થો ખાલી થતાં નવરા બેઠા બેસવાનો વારો આવ્યો છે. પેટ્રોલના 1 લીટર ના રૂ.97.10 અને ડીઝલ ના એક લીટર ના રૂ 92.84 છે, ત્યારે જિલ્લાના અનેક પેટ્રોલપંપ પર અછત જોવા મળી રહી છે.

Share This Article