એક સાથે ઘણા સિંહો પાણી પીતા કેમેરામાં કેદ

admin
1 Min Read

થોડા દિવસ અગાઉ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં ગિરના જંગલમાં એક સાથે ઘણા સિંહો જોવા મળ્યા હતા. જંગલ અને પ્રાણીઓને પ્રેમ કરતા લોકો આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામવાની સાથે સાથે ખુશ પણ થયા હતા. પ્રાણી પ્રેમીઓ આ દ્રશ્ય જોઈ એટલા માટે વધુ ખુશ થયા કારણકે સિંહોની ઘટતી જતી સંખ્યા ફરી એકવાર પાટા પર આવી રહી છે.

(File Pic)

ત્યારે હવે વધુ એક વિડિયો સામે આવ્યો છે. જે હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આશરે 15થી 16 સિંહ એક સાથે નદીના કિનારે આવીને પાણી પી રહ્યા છે. આ વિડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ શેર કરી રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. વિડિયોમાં જોઈ સકાય છે કે ઘણા બધા સિંહ એક સાથે નદીના કિનારે આ છે અને પોતાની તરસ છીપાવી રહ્યા છે. અલગ અલગ ટ્વિટર યુઝર્સ દ્વારા આ વિડિયો શેર કરવામાં આવ્યો છે કે, આ વિડિયો ગુજરાતનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, કેટલાક લોકો તે વાતને નકારી પણ રહ્યા છે. જોકે, વિડિયો હાલ ટ્વિટર પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Share This Article