જાણો ધો-10ના વિદ્યાર્થીઓનું રી-ચેકીંગનું પરિણામ ક્યારે થશે જાહેર

admin
1 Min Read

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાંથી આશરે 50 હજારથી વધુ ઉત્તરવહીઓના રિ-ચેકિંગ માટે અરજીઓ આવી હતી. જેમાં ૪૦૦ જેટલી ઉત્તરવહીઓમાં માર્કસમાં સુધારો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. ત્યારે આ અઠવાડિયામાં ધોરણ-10નું રી-ચેકીંગનું પરીણામ જાહેર કરવામાં આવી શકે છે.

(File Pic)

મળતી માહિતી મુજબ, શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ નાપાસ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓને મૂલ્યાંકન કામગીરી પર શંકા હોય તેવા વિદ્યાર્થીઓ રિ-ચેકિંગ માટે અરજી કરતાં હોય છે. ધોરણ.૧૦માં આ વખતે ૫૨ હજાર જેટલી ઉત્તરવહીઓનું રિ-ચેકિંગ કરવાની અરજીઓ આવી હતી. આ વખતે માત્ર ૪૦૦ જેટલી ઉત્તરવહીઓમાં ગુણ સુધર્યાં છે. એટલે કે, દર વર્ષ કરતાં આ વખતે શિક્ષકોએ મૂલ્યાંકન કામગીરીમાં છબરડા ઓછા કર્યાં છે. મહત્વનું છે કે, સુરતના ધોરણ.૧૦ના એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં ૧૬ માર્કસના તમામ ૮ વિકલ્પો સાચા હોવા છતાં શિક્ષકે માત્ર ૨ માર્કસ આપ્યા હોવાથી આ વિદ્યાર્થી નાપાસ જાહેર થયો હતો. જોકે રિ-ચેકિંગ થતાં આ વિદ્યાર્થીના માર્કસ સુધરતા હવે તેને પાસ જાહેર કરવામાં આવશે તેવું બોર્ડના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ધોરણ.૧૦નું રિ-ચેકિંગનું પરિણામ આ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.

Share This Article