સ્મૃતિ ઇરાનીએ કરી તલવારબાજી

admin
1 Min Read

 

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ભાવનગરના મહેમાન બન્યા હતા. ત્યારે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢીને તેઓએ તલવારબાજી કરી હતી. તલવારબાજી કરીને કેન્દ્રીય મંત્રીએ અનોખું શૌર્ય બતાવ્યું હતું. ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ખાતે મૂર્તિ પ્રતિસ્થા મહોત્સવ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મુખ્ય મહેમાન બન્યા હતા. ત્યારે તેઓએ બધાના આશ્ચર્ય વચ્ચે તલવારરાસમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુરુકુળની વિદ્યાર્થીનીઓ તલવારબાજી કરી રહી હતી, ત્યારે સ્મૃતિ ઈરાની વિદ્યાર્થીનીઓ સાથે જોડાઈ ગયા હતા. તેઓએ બન્ને હાથમાં ખુલ્લી તલવારો લઈને તલવારબાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ગુજરાતના ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતાં. અહીં તેમનો મહારાણી લક્ષ્મીનો અવતાર જોવા મળ્યો હતો. કેન્દ્રીય કાપડ મંત્રી ભાવનગરમાં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયેલા મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યાં હતાં. અહીં તેમણે તલવારબાજી પર હાથ અજમાવ્યો હતો. તેમણે ગુરૂકુળની વિદ્યાર્થીનીઓ સાથે ઉઘાડી તલવારે રાસ ખેલ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ એક નહીં પણ બંને હાથમાં ખુલી તલવારો સાથે તલવાર રાસ રમ્યો હતો. સ્મૃતિ ઈરાનીનું આ રૂપ જોઈ સૌકોઈ ચોંકી ઉઠ્યાં હતાં.

Share This Article