તો દિવાળી સુધીમાં ભારતમાં કોરોના આવી જશે કંટ્રોલમાં ?

admin
1 Min Read

દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે. આ આંકડો વધીને રવિવારે 36 લાખને પાર કરી ગયો છે. અત્યાર સુધી દેશમાં 36 લાખ 19 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમજ મૃતકોની સંખ્યા પણ 65 હજારની નજીક પહોંચી ગઈ છે. ત્યારે ભારતમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો અને કોરોનાની દવાને લઇને મોટો ખુલાસો કર્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે જણાવ્યુ કે ભારતમાં દિવાળી સુધી કૉવિડ-19 મહામારી પર મોટાભાગે કન્ટ્રૉલ લાવવામાં સફળ થઇ જઇશું. હર્વર્ધને કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના વાયરસ સંક્રમણના ફેલાવવાને અટકાવી શકીશું.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત Nation First સેમિનારમાં આ વાત કહી. ડૉ. હર્ષવર્ધને કહ્યું કે ડોક્ટર દેવી પ્રસાદ શેટ્ટી અને ડૉક્ટર સી એન મંજૂનાથ જેવા વિશેજ્ઞષ આ વાત પર સંભવતઃ સહમત હશે કે થોડાક સમય બાદ ભૂતકાળમાં આવેલા અન્ય વાયરસની જેમ આ માત્ર સ્થાનિક સમસ્યા બનીને રહી જશે. હર્ષવર્ધને વાયરસની વેક્સીન અંગે કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની વેક્સિન ડેવલપ કરી લેવામાં આવશે, જેની અમને પુરેપુરી આશા છે. તેમને કહ્યું કે, વાયરસથી આપણે શીખ મળી છે, હવે કંઇક નવુ થશે, બધાએ જીવનશૈલીને લઇને સાવધાન અને સજાગ રહેવુ પડશે.

Share This Article