તો શું શંકરસિંહ બાપુ પલટી મારશે ? કોંગ્રેસમાં ઘરવાપસીની સંભાવના

admin
1 Min Read

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજ્યની રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં ઘરવાપસી થાય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.

શંકરસિંહ વાઘેલાને કૉંગ્રેસ પોતાની પાર્ટીમાં ફરીથી લાવવા માટે સક્રિય થઈ છે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. શંકરસિંહ બાપુ સવારથી તેમના નિવાસસ્થાને હાજર નથી ત્યારે કૉંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ અંગે જાહેરાત થઈ શકે છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહબાપુની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા નથી. ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારે ફાયદો ન થાય તેની ચોક્કસાઈ બાપુ દ્વારા રાખવામાં આવી હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે. દરમિયાન બાપુ જ્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હોવાની માહિતી સામે આવી છે. કૉંગ્રેસમાં અહમદ પટેલના નિધનથી રાજકીય ક્ષેત્રે એક સ્ટ્રેટેજિક શૂન્યવકાશ જરૂરથી પડ્યો છે ત્યારે બાપુ માટે આ રોલ બરાબર ફીટ બેસે છે.

Share This Article