જાણો ગુજરાતી રંગમચના ખુશ મિજાજ વિલનઆકાશ ઝાલા વિશે

admin
2 Min Read

આજે વાત કરીએ એક એવા અભિનેતાની જેણે નાટ્યગૃહને પોતાનું જીવન બનાવ્યું છે. અને સતત 12 વર્ષથી રંગમંચના પડદા પર વિવિધ પાત્રો ભજવીને દર્શકોને મનોરંજન પૂરુ પાડી રહ્યો છે. અભિનેતાનું નામ છે આકાશ ઝાલા જેણે પોતોના જીવનની શરૂઆત નાટકથી કરી હતી હાલ ગુજરાતી ફિલ્મોમાં તે દમદાર પાત્રો ભજવી રહ્યો છે, તમામ પ્રકારના પાત્રોને તે સારો ન્યાય આપે છે. ઉલ્લેખનીય છે કે નાટ્યગૃહ સાથે સંબધો સાંકળીને જીવનની શરૂઆત કરી છે.

છેલ્લા 12 વર્ષમાં દમદાર નાટકો, સહિત ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કાર્યરત

છેલ્લા 12 વર્ષમાં દમદાર નાટકો, સહિત ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કાર્ય કર્યું છે. GIFA-2020 એટલે ગુજરાતી આઈકોનીક ફિલ્મ 2020માં નેગેટીવ રોલનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આકાશ ઝાલાએ હિન્દી સિરયલ જેવી કે સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ પેટ્રોલ સહિતની સરિયલમાં પણ અભિનય કર્યો છે, G ફિલ્મમાં અઘોરનું પાત્ર ભજવ્યું હતું આ ફિલ્મ માટે બેસ્ટ નેગેટીવ રોલનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અત્યાર સુધીમાં અંદાજીત 5 હજાર નાટકોમાં નેગેટીવ રોલ તરીકે અભિનય કર્યું છે.

G ફિલ્મમાં અઘોરનું પાત્ર ભજવ્યું

અભિનેતાએ હેલ્લારો, અફડાતફડી, જી, સાહેબ સહિતની ફિલ્મોમાં અભિનય કર્યું છે. સાથે સાથે હેલ્લારોમાં જોરાવરનું પાત્ર ખૂબજ દમદાર રીતે કર્યો છે. સિદ્ધાર્થ રાંદેરીયા, સ્મૃતિ ઇરાની, દર્શન જરીવાલા, સંજય ગોરડીયા, ટીકુ તલસાણીયા જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે નાટકો કર્યા છે. સાથે સાથે વિદેશમાં પણ વિવિધ દેશોમાં નાટકો કર્યા છે. આકાશ ઝાલા એ અભિનયનો ટોચનો સિતારો છે જે ઘણી મહેનતથી આા મુકામે પહોંચ્યો છે.

Share This Article