સોનમ વાંગચુકે ચીન વિરુદ્ધ જંગ છેડવા માટે દેશની જનતાનો માંગ્યો સાથ

admin
1 Min Read

બોલીવુડ ફિલ્મ થ્રી ઈડિયટ્સના રીયલ લાઈફ હીરો વાંગચુકે ચીન વિરુદ્ધ એક અભિયાન શરુ કર્યું છે. રૈમન મેગ્સેસે એવોર્ડ વિજેતા અને આવિષ્કાર સોનમ વાંગચુકે લદ્દાખ પર ચીની સેનાના આક્રમક વલણનો જવાબ આપવા માટે તેમણે એક વિડિયો જાહેર કર્યો છે…

જેમાં ચીન પર તેઓ આકરા શબ્દોમાં કટાક્ષ કરતા નજરે પડી રહ્યા છે.  ચીનને પાઠ ભણાવવા શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુકે ‘મેડ ઇન ચાઇના’ વસ્તુઓનો બહિષ્કાર કરીને ચીનની આર્થિક સ્થિતિ નબળી પાડવા ઝુંબેશ હાથ ધરી છે.

તેમણે કહ્યું કે હવે ભારતની સેનાની બુલેટ પાવર કરતા પણ જનતાની વોલેટ પાવર ચીનને પછાડવા કામ આવશે. તેમણે કહ્યું કે, ચીનની વસ્તુઓનો એટલા મોટા પાયે બોયકોટ કરવો જોઇએ કે તેનું અર્થતંત્ર પડી ભાંગે અને ત્યાંની જનતા ગુસ્સામાં સત્તાપલટો કરી નાખે. આ ઝુંબેશ ભારત માટે પણ વરદાન સાબિત થશે. સોનમ વાંગચુકે ચીનને જવાબ આપવા માટે વીડિયોના માધ્યમથી શું કહ્યું જુઓ…

 

Share This Article