અમદાવાદમાં વિશેષ કોન્ફરન્સનું કરાયું આયોજન

admin
1 Min Read

અમદાવાદમાં ગુજરાત સ્પસ્ટિક સોસાયટી દ્વારા મનો દીવ્યાંગ સાથે કાર્યકર્તા, સ્પેશિયલ ટીચર્સ ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજીસ્ટ, હોમીઓપેથીસ્ટ માટે એક વિશેષ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ,  હિમતનગર, મુંબઈ, પુના, ભાવનગર, જામનગર, જુનાગઢથી ૧૪૦ જેટલા કાર્યકર્તાઓ ભાગ લીધો હતો. કોન્ફરન્સનો વિષય share and successed રાખવામાં આવ્યો હતો.

ત્રી દિવસીય આ  કોન્ફરન્સને ભાગમાં વહેંચી દીધી હતી. જેનો મુખ્ય આશય દરેક વક્તા પોતાની સક્સેસફૂલ કેસ હિસ્ટ્રી રજૂ કરીને પોતાની પદ્ધતિ બીજા સાથે શેર કરે જેથી બીજા કાર્યકરોને પ્રેરણા મળે અને સફળતા મળે. પ્રથમ ભાગના વક્તાઓ શહેરના જાણીતા ડોક્ટર્સ હતા. બીજા ભાગના વક્તાઓ સ્પેશિયલ એજ્યુકેટર અને સાયકોલોજીસ્ટ હતા.

તેમણે પણ દિવ્યાંગ બાળકો ને અપાતી તાલીમની વિવિધ પદ્ધતિઓ અને સફળતાઓ શેર કરી હતી.  આ કોન્ફરન્સને નવી દિલ્હી રિહબીલીટેશન  કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મંજૂરી પણ મળી હતી. ત્રણ દિવસની આ કોન્ફરન્સનો ફીડબેક પણ ભાગ લેનાર શિક્ષકોએ આપ્યો હતો અને બીજી કોન્ફરન્સ યોજવા વિનંતી કરી હતી.

Share This Article