ભાવાનગરમાં ઈદે મિલાદની કરાઈ ઉજવણી

admin
1 Min Read

ભાવનગર મુસ્લિમ યંગ ગ્રુપ દ્વારા ઈદે મિલાદ નિમિતે હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયું હતું. હિન્દૂ મુસ્લિમ એકતા અને નિખાલસતા સાથે તમામ લોકોએ સાથે મળી નિયાજ વિતરણ સાથે સેવાકીય કાર્ય કર્યું હતું. આપણે જણાવી દઈએ કે, ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિતે રબ્બીઉલ અવ્વલની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે. ભાવનગરમાં ઠેર ઠેર ઈદે મિલાદની ઉજવણી જોવા મળી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરમાં જુલુસ પણ કાઢવામાં આવ્યા હતા. ભવ્ય જુલુસમાં હિંદુ અને મુસ્લિમ ભાઈચારા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભાવનગરમાં ઈદે મિલાદ નિમિતે પોલીસ પણ સજ્જ જોવા મળી હતી. તહેવાર સારી રીતે અને શાંતિમય વાતાવારણમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. જે સફળ પણ રહ્યા તેમ કહી શકાય કારણ કે, અયોધ્યા વિવાદના ચુકાદા બાદ શહેરમાં શાંતિના માહોલને જાળવી રાખવા માટે પોલીસ સતત ખડે પગે જોવા મળી હતી. અને છેવટે મુસ્લિમ બિરાદરોનો આ તહેવાર શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થયો જેને લઈને મુસ્લિમ બીરાદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Share This Article