કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદના આ વિસ્તારમાં સ્થાનિકોનું સ્વયંભૂ લોકડાઉન

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થતાં આજથી 10 દિવસ માટે સ્વંયભૂ લોકડાઉન અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદના રાણીપમાં આજથી સ્વયંભૂ લૉકડાઉન જાહેર થતા આસપાસના વિસ્તારો સતર્ક બન્યા છે. રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકોનું સ્વયંતભૂ લૉકડાઉન જાહેર કર્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે એક સપ્તાહમાં 6 લોકોના કોરોનાથી મોત થતા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

આ નિર્ણયને સામાજિક સંસ્થા, રાણીપની 50થી વધુ સોસાયટીનું બંધને સમર્થન આપવામાં આવ્યું છે, જેથી 10 દિવસ સુધી રાણીપમાં સ્વયંભૂ લોકડાઉન રહેશે. બીજી બાજુ રાધા સ્વામી રોડ પર લોકડાઉન જાહેર કર્યાના બેનરો લાગ્યા છે. સામાજિક સંસ્થા અને રાણીપની 50થી વધુ સોસાયટીઓ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઈ છે.

Share This Article