સાબરમતી સ્વામિ. સંસ્કારધામ ખાતે કરાયું રમત-ગમતનું આયોજન, રમત-ગમતની સાથે સંસ્કારોનું સિંચન કરાયું

admin
1 Min Read

રમત-ગમતની સાથે સાથે સંસ્કારોના સિંચન માટે તેમજ સાંસ્કૃતિક વિરાસતને સાચવવા માટે ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે આજની તારીખ અને આજના સમયની વાત જો કરીએ તો લાગે છે કે દરેક વ્યક્તિના જીવન સાથે વણાયેલ ધર્મ, શાસ્ત્રો અને તેમાંથી નિતરતાં સંસ્કારોને વ્યક્તિ પોતે સમયની સાથે ચાલવામાં ભૂલતો જાય છે. જોકે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યોજવામાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ અન્ય વિધ પ્રવૃત્તિઓના કારણે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.

ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે બાલિકાઓ માટે રમત ગમતની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સાબરમતી વિસ્તારની નાની બાલિકાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જવાહરચોક વિસ્તારમાં આવેલ સંસ્કારધામ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં બાલિકાઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક કિશોરી અને યુવતિ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યુ હતું….આ કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓને શિક્ષણલક્ષી માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવ્યું હતું, સાથે જ ગિફ્ટ અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું…

 

Share This Article