અમદાવાદમાં યોજાઈ શિક્ષણ જાગૃતિ અભિયાન રેલી, રેલીમાં કાલુપુરની વીઆર શાહ સ્કુલના વિદ્યાર્થીઓ જોડાયા

admin
1 Min Read

રાજ્યમાં સારુ શિક્ષણ બાળકોને મળી રહે તે માટે અનેક વિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે. તેમજ આ અંગે ડિબેટો પણ ઘણા વર્ષોથી કરવામાં આવતી હોય છે. ત્યારે પઢેગા ઈન્ડિયા તભી બઢેગા ઈન્ડિયાના સંદેશા સાથે અમદાવાદના કાલુપુર ખાતે શિક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી.

આ રેલી કાલુપુરની શ્રીવીઆર શાહ સ્મૃતિ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવી હતી. વીઆર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટના આધ્યસ્થાપક સંસ્થાપક વાડીલાલ રવચંદ શાહ સાહેબની 109મી જન્મજયંતિ નિમિત્તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ શિક્ષણ જાગૃતિ અભિયાન રેલીમાં મોટી સંખ્યામાં સ્કુલના વિદ્યાર્થીઓ હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે જોડાયા હતા. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર ભાવનાબેન નાયક, શાળાના આચાર્ય, સંચાલકની સાથે શાળાના શિક્ષકો તેમજ વાલીગણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ શિક્ષણ જાગૃતિ રેલી કાલુપુર, દરિયાપુર, મિરઝાપુર ઘીંકાટા ડબગરવાડ સહિતના વિસ્તારોમાં ફરી હતી..

રેલીમાં શિક્ષણ જાગૃતિ અંગે પ્રચાર કરવામાં આવ્યો હતો. સાથે જ યોગ, માતૃભાષાનું મહત્વ, ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવતા બેનરો અને પોસ્ટરો પણ આ રેલીમાં વિદ્યાર્થીઓના હાથમાં જોવા મળ્યા હતા. તો સાથે જ વિદ્યાર્થીઓએ ઢોલ-નગારા સાથે સંગીતના તાલે શિક્ષણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો..

Share This Article