અમદાવાદના આંગણે યોજાયો GIMA 2020 શો, ઉષા ભાટિયા સહિત જાણીતા ગુજરાતી કલાકારો રહ્યા હાજર

admin
1 Min Read

ગુજરાતી સહિત હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલ અભિનેત્રી ઉષા ભાટિયા તેમજ વિશાલ શુક્લા અને લકી ઈવેન્ટ દ્વારા આયોજિત GIMA 2020 શોનું આયોજન અમદાવાદના વસ્ત્રાલ ખાતે કરવામાં આવ્યુ હતું.

ગુજરાત આઈકોનિક મ્યુઝિક એવોર્ડ એક શામ શહિદોં કે નામમાં ગુજરાતના જાણીતા કલાકારો, ગાયકોની સાથે સાથે ગુજરાત પોલીસનનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ એવોર્ડ શો અમદાવાદના વસ્ત્રાલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ શોમાં ઉષા ભાટીયા આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

તો જાણીતા ગુજરાતી સિંગર જિગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ, ફરીદા મીર, ભૂમિ પંચાલ, વંદન બારોટ સહિતની સેલિબ્રિટીઓ આ શોમાં ઉપસ્થિત રહી હતી અને તેમને પોતે ગુજરાતી સંગીતમાં આપેલા પોતાના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ શોમાં ગાયક કલાકારોએ પોતાના સંગીતના સૂરો રેલાવી ઉપસ્થિત સૌ પ્રશંસકોને ડોલાવ્યા હતા….

આ કાર્યક્રમમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા…જ્યારે બોલીવુડ અભિનેતા સંજય દત્તની મિમિક્રી માટે જાણીતા કલાકાર આયુષ જાડેજાએ પણ આ શોમાં આકર્ષણ જમાવ્યુ હતું. તે અહીં સંજુ બાબાના ગેટઅપમાં જોવા મળ્યો હતો….કાર્યક્રમના અંતે કાર્યક્રમના આયોજક ઉષા ભાટિયા અને વિશાલ શુક્લાએ તમામ ટીમનો આભાર માન્યો હતો. સાથે જ શહેરીજનોને મોટી સંખ્યામાં આવકાર આપવા બદલ તેમનો પણ આભાર માન્યો હતો.

Share This Article