અમદાવાદમાં શરુ થઈ લિટલ સિઝર્સ પિત્ઝા રેસ્ટોરાં

admin
2 Min Read

પિત્ઝા ચેઇન લિટલ સિઝર્સ પિત્ઝાએ અમદાવાદમાં પોતાની પ્રથમ બે રેસ્ટોરાંના ઉદ્ઘાટનની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય પિત્ઝા બ્રાન્ડ હવે વિશ્વભરના 26 દેશો અને બે પ્રદેશોમાં કામગીરી ધરાવે છે તથા સમગ્ર એશિયામાં નવા રેસ્ટોરાં સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કામગીરી વિસ્તારવાનું જાળવી રાખ્યું છે.

પ્રથમ બે લિટલ સિઝર્સ રેસ્ટોરાંની માલીકી અને સંચાલન ફ્રેન્ચાઇઝી ફોનિક્સ એન્ટરપ્રાઇઝ નેક્સસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું છે તેમજ તેનું વ્યવસ્થાપન નંદિશ પટેલ દ્વારા કરાશે, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ ઘણાં લિટલ સિઝર્સ પિત્ઝા રેસ્ટોરાં ધરાવે છે. પ્રથમ બે રેસ્ટોરાં એસજી હાઈવે ઈસ્કોન ચાર રસ્તા પર સ્થિત શિવાલિક શિલ્પ શોપ નં-12 અને એલડી કોલેજની સામે વિશ્વનાથ નોર્થ વ્યૂમાં શોપ નં-3માં આવેલી છે.

 

 

આ ઉદ્ઘાટન પ્રસંગે લિટલ સિઝર્સ એન્ટરપ્રાઇઝિસ ઇન્ક. માટે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરનેશનલ પૌલા વિઝિંગે જણાવ્યું હતું…“લિટલ સિઝર્સ માટે ભારત અત્યંત મહત્વપૂર્ણ માર્કેટ છે અને અમે આગામી કેટલાંક વર્ષોમાં દેશભરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યાં છીએ…” આ ઉદ્ઘાટન સમારોહમાં મલ્હાર ઠાકર (અભિનેતા), દિક્ષા જોશી (અભિનેત્રી), ધ્વનિત ઠાકર (આરજે) અને અન્ય જાણીતા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત બ્રાન્ડે ગ્રાહકોને સાંકળવા માટે રેસ્ટોરાંની બહાર એન્ટરટેઇનમેન્ટ કોર્નર બનાવ્યું હતું, જ્યાં લાઇવ મ્યુઝિક, મેજિક શો, સ્પીન ધ વ્હીલ, ગેમ જોકી અને રિયલ ટાઇમ ફોટો બુથ જેવી પ્રવૃત્તિઓ યોજાઇ હતી, જેથી ગ્રાહકો વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી પિત્ઝા ચેઇનના લોન્ચનો અનુભવ કરી શકે….

Share This Article