શ્રીદેવીની જન્મજયંતી ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવી

admin
1 Min Read

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની 56મી જન્મજયંતી નિમિત્તે મેડમ તુસાદ સિંગાપોરે ખાસ રીતે શ્રીદેવીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. મેડમ તુસાદ સિંગાપોરે શ્રીદેવીનું વેક્સનું સ્ટેચ્યૂ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્ટેચ્યૂને જાહન્વી, ખુશી તથા બોની કપૂર લોન્ચ કરશે.શ્રીદેવીનું વેક્સનું સ્ટેચ્યૂ 20 એક્સપર્ટ આર્ટિસ્ટની ટીમે તૈયાર કર્યું છે. શ્રીદેવીના પરિવારને મળીને એક્ટ્રેસના પોઝ, એક્સપ્રેશન, મેક-અપ તથા આઈકોનિક આઉટફિટ તૈયાર કરવામાં પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. સૂત્રોના મતે, શ્રીદેવીના આઉટ-ફિટ રીક્રિએટ કરવા ટીમ માટે સૌથી વધુ પડકારજનક રહ્યાં હતાં. શ્રીદેવીનો ક્રાઉન, ઈયરરિંગ્સ તથા ડ્રેસને અનેક ટેસ્ટ બાદ પૂર્ણ કરવામાં આવ્યા હતાં.

ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ના સોંગ ‘હવા હવાઈ’માં શ્રીદેવીનો જે લુક હતો, તે જ લુક વેક્સ સ્ટેચ્યૂ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં બોની કપૂર, જાહન્વી તથા ખુશી સ્ટેચ્યૂનું ઓફિશિયલ લોન્ચિંગ કરશે. બોની કપૂર પત્નીને મળેલા સન્માનથી ઘણો જ ખુશ છે. મેડમ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલેક્સ વાર્ડે કહ્યું હતું કે શ્રીદેવી ભારતીય સિનેમાના આઈકોન છે. તેમના વગર અલ્ટીમેટ ફિલ્મ સ્ટાર એક્સપિરિયન્સ ઝોન અધૂરો છે. તેમને ખુશી છે કે મેડમ તુસાદમાં શ્રીદેવીને જગ્યા મળી.

Share This Article