અર્જુને ‘અર્જુન રેકમેન્ડ્સ’ નામની ડિજિટલ પ્રૉપર્ટિ કરી શરુ

admin
1 Min Read

અભિનેતા અર્જુન કપૂર ‘અર્જુન રેકમેન્ડ્સ’ નામની એક ડિજિટલ પ્રૉપર્ટિ લઇને આવ્યો છે તે એક સિનેમાપ્રેમી તરીકે મોટો થયો છે અને તેને સારા વિષયવસ્તુ જોવાની ખુબ ઇચ્છા હોય છે. આ ડિજિટલ પ્રૉપર્ટીને શરૂ કરવા માટે અર્જુન કપૂર પોતાના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે અને તેને આશા છે કે લોકોને આ ટેલીવિઝન, ઓટીટી અને સિનેમા પર સારી વિષયસામગ્રીને શોધવામાં મદદ કરશે.અર્જુને કહ્યું કે, “હું એક સિનેમાપ્રેમી બનીને મોટો થયો છું અને કંઇક નવું અને હટકે જોવા, જાણવા અને મનોરંજન માટે સારી સ્ટોરીની મને હંમેશાં શોધ રહેતી હોય છે અને મેં હંમેશાં મારા મિત્રો અને પરિવારને આ ભલામણ કરી છે કે જેમને મારો પ્રસ્તાવ ગમ્યો છે. આ આઇડિયા મને તેમની પ્રતિક્રિયાઓથી જ આવ્યો છે.”અર્જુને એ પણ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર તેના ફોલોવર્સને પોતાનો પરિવાર જ માને છે. અર્જુને આગળ કહ્યું કે, “હું એક ડિજિટલ પ્રૉપર્ટીની શરૂઆત કરવા માગતો હતો જેની મદદથી હું તેમની સાથે વધુ જોડાઇ શકું અને તેમની સાથે મારી સલાહ શૅર કરી શકું.”

Share This Article