રાજ્ય સરકારે જાહેર કરી ખેડૂતો માટે સહાય, જાણો કયા તાલુકા માટે જાહેર કરી સહાય

admin
3 Min Read

ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે આ અંગે રાજ્યની રુપાણી સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી રુપાણીએ વિધાનસભા ગૃહમાં આ અંગે જાહેરાત કરતા અતિવૃષ્ટિથી થયેલી તારાજીના પગલે ખેડૂતો માટે 3700 કરોડની સહાયની જાહેરાત કરી હતી.

ભારે વરસાદના કારણે રાજ્યની 37 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકશાન થયું છે. રાજ્ય સરકારે જાહેર કરેલ સહાય 33 ટકાથી વધુ નુકસાની પર વધુમાં વધુ 2 હેક્ટર જમીન પર પ્રતિ હેક્ટર 10 હજાર અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 5 હજારની સહાય ચુકવાશે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થઈ હતી. શરુઆતના તબક્કામાં ખેતીને અનુકુળ વરસાદ વરસ્યો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાન થયુ હતું.

જે અંગે ખેડૂત સંગઠનો તેમજ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ સહાયની માંગ પણ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. જે અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ 3700 કરોડની સહાયની જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્યના 27 લાખ ખેડૂતોને સહાય કરવામાં આવશે. આ સહાય પેકેજ 20 જિલ્લાના 123 તાલુકાઓ માટે જાહેર કરાયુ છે અને આ માટે 1 ઓક્ટોબરથી ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. નીચે દર્શાવેલ તાલુકા માટે સહાય જાહેર કરાઈ.

 

૧ કચ્છ
અબડાસા , અંજાર, ભચાઉ, ભુજ ,.ગાંધીધામ,. લખપત, માંડવી,મુંદ્રા ,. નખત્રાણા ,. રાપર*

૨ દેવભુમી દ્વારકા
ભાણવડ ,. દ્વારકા , કલ્યાણપુર , ખંભાળીયા

૩ ભરુચ
આમોદ, અંક્લેશ્વેર, ભરુચ, હાંસોટ , જંબુસર ,ઝગડીયા ,નેત્રંગ , વાગરા , વાલીયા

૪ પાટણ
ચાણસ્મા , હારીજ,રાધનપુર ,સમી , સાંતલપુર,. શંખેશ્વર

૫ અમદાવાદ
બાવળા, દેત્રોજ,.ધંધુકા, ધોલેરા ધોળકા

૬ મોરબી
હળવદ માળીયા(મી.), મોરબી , ટંકારા , વાંકાનેર

૭ જુનાગઢ
ભેસાણ , જુનાગઢ , કેશોદ , માળીયા (હા) માણાવદર . માંગરોળ , મેંદરડા , વંથલી, વિસાવદર , જુનાગઢસીટી

૮ અમરેલી
અમરેલી , બાબરા, બગસરા, ધારી,. જાફરાબાદ, .ખાંભા, લાઠી,. લીલીયા, રાજુલા, સાવરકુંડલા,. કુકાવાવ*

૯ જામનગર,
.ધ્રોલ, જામજોધપુર ,.જામનગર , જોડીયા ૫. કાલાવાડ , લાલપુર*

૧૦ પોરબંદર
કુતિયાણા, પોરબંદર , રાણાવાવ

૧૧ રાજકોટ,
ધોરાજી , ગોંડલ, જામકંડોરણા, જસદણ , જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ, ઉપલેટા, વિછિયા

૧૨ ગીર સોમનાથ
ગીરગઢડા,. કોડીનાર , સુત્રાપાડા , તાલાલા, ઉના ,.વેરાવળ

૧૩ મહેસાણા

બેચરાજી . કડી . મહેસાણા

૧૪ બોટાદ
. બોટાદ બરવાળા ,ગઢડા, રાણપુર

૧૫ સુરેંદ્રનગર
ચોટીલા . ચુડા દશાડા ધ્રાંગધ્રા લખતર . લીંબડી,મુળી , સાયલા થાનગઢ .વઢવાણ*

૧૬ ભાવનગર
ભાવનગર ઉમરાળા . વલ્લભીપુર જેસર .મહુવા .શિહોર

૧૭ સુરત.
બારડોલી મહુવા માંડવી (સુ) માંગરોળ, ઓલપાડ,ઉમરપાડા*

૧૮ નવસારી . જલાલપોર

૧૯ નર્મદા . નાંદોદ

૨૦ આણંદ . સોજીત્રા, તારાપુર

Share This Article