સ્કૂલોની નજીક નાસ્તા-પીણાંના વેચાણ પર પ્રતિબંધનો વિચિત્ર ફતવો

admin
2 Min Read

કોરોના મહામારીના પગલે સામાન્ય જનજીવનમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. સંક્રમણના ફેલાતો રોકવા માટે સરકાર દ્વારા આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે. ત્યારે હવે શાળાઓની આસપાસ ચિપ્સ જેવી તળેલી ચીજો, ઠંડા પીણાં કે પિઝા જેવા ફાસ્ટફૂડ વેચનારા લાખો દુકાનદારો પર તવાઇ આવી શકે છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલ જાહેરનામા મુજબ, ચિપ્સ, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ જેવા અન હેલ્દી ખોરાક હવે શાળા કેન્ટિન્સમાં અથવા શાળાની આજુબાજુની દુકાનોમાં વેચી શકાશે નહીં.  FSSAIએ સ્કૂલોમાં આવા ફૂડ પ્રોડક્ટના વેચાણ પર જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ મૂક્યો છે.

જાહેરનામામાં જણાવાયું છે કે શાળાના બાળકોને બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચવાનું અયોગ્ય ગણાવ્યું છે. તેથી, કોઈપણ વ્યક્તિ શાળાના કેમ્પસમાં અને શાળાના ગેટની 50 મીટરની રેન્જની અંતર્ગત આવી ખાદ્ય ચીજોનું વેચાણ કરી શકશે નહીં. માત્ર વેચાણ જ નહીં, પરંતુ FSSAIની સૂચના મુજબ, શાળાઓની આસપાસ આવા બિનઆરોગ્યપ્રદ ખોરાકની જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

FSSAIની સૂચના મુજબ, હાઈ ફેટ, હાઈ શુગર અને હાઈ સોલ્ટવાળા ખાદ્ય પદાર્થો અથવા પીત્ઝા, બર્ગર, ચિપ્સ વગેરે જેવા જંક ફૂડ બનાવતી કોઈ પણ કંપની શાળા કેમ્પસમાં અથવા તેના 50 મીટર વિસ્તારમાં જાહેરાત કરી શકશે નહીં. પરંતુ, ભારત જેવા દેશો જ્યાં શોપિંગ સેન્ટરમાં પણ સ્કૂલો ચાલતી હોય ત્યાં આવા ફતવાનો અમલ લાખો દુકાનદારો માટે તંત્રની પજવણી સાથે વ્યવસાયમાં ફટકા સમાન સાબિત થશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ નિયમનો કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને તેને ક્રૂર ગણાવ્યો છે.

Share This Article