દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, 24 કલાકનો આંકડો નોંધાયો

admin
1 Min Read

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા લોકોના આંકડામાં મંગળવારે મોટો ઘટાડો નોંધાયો છે. નવા કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 75,083 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ દેશમાં કોરોનાના આંકડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 75,083 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,053 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 55, 62,664 થઈ ગઈ છે. નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 44 લાખ 97 હજાર 868 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

હાલ 9,75,861 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 88,935 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,53,25,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Share This Article