ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત

admin
1 Min Read

રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

હાલ મુદ્દે ભૂપેન્દ્રસિંહને સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળી ગયો છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસની મોહન એમ. શાંતાનાગોદર અને આર.સુષાભ રેડ્ડીની ખંડપીઠ સુનાવણી હાથ ધરશે..

સુપ્રિમ કોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાહત આપતાં હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપતાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મંત્રીપદ બચી ગયું છે.  અત્રે નોંધનીય છે કે ધોળકાના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે ગેરરીતિ આચરી ચૂંટણી જીતવાનો આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

આ બાદ ધોળકા ચૂંટણી રદ કરવાનો હાઇકોર્ટે આદેશ કરી  કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી જ કરાઈ નહોતી જેથી વિવાદ સર્જાયો હતો…

Share This Article