સુરત-એમ્બ્રોઇડરીના કારખાનામાં અચાનક લાગી આગ

Subham Bhatt
1 Min Read

સુરતના કતારગામ જીઆઇડીસી માં એમ્બ્રોઇડરીના કારખાના ના  બેઝમેન્ટમાં અચાનક આગ લાગતાઅફરાતફરી નો માહોલ સર્જાયો ઘટનાની જાણ બાદ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી પાણીનોમારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કતારગામ જીઆઇડીસીમાં એમ્બ્રોઇડરીના કારખાનામાંશોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી . જોકે સમયસર આગની જાણ ફાયર વિભાગને થતા મોટું નુકશાનથતા અટકી ગયું હતું . ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી જીઆઇડીસીની કિષ્ના ઇન્ડસ્ટ્રીયલમાં મુજબકતારગામ પ્લોટ નંબર 18 થી 20 માં બેઝમેન્ટ સહિત ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું એમ્બ્રોઇડરીનું કારખાનું આવેલું છે . કારખાનાના બેઝમેન્ટમાં કાપડ તેમજ યાર્નનું મટીરીયલ્સ રાખવામાં આવ્યું હતું .

Sudden fire at Surat-embroidery factory

જ્યાં રવિવારે બપોરે 10.49 કલાકે બેઝમેન્ટમાં ઇલેક્ટ્રીક વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી .જેને લઇને ત્યાં કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી . આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતાકતારગામ અને કોસાડ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી . જ્યાં ફાયરકર્મીઓએ આગ પર અડધોકલાક સુધી સતત પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો . આગમાં રો – મટીરીયલ્સ , યાર્ન , કાપડ ,ઇલેક્ટ્રીક વાયરિંગ , ફનિર્ચરને નુકશાન થયું હતું . બેઝમેન્ટમાંથી ધૂમાડો બહાર નીકળવા માટે એક્ઝિટ નહીં હોવાને કારણે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો . જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી .

Share This Article