સુરતના ઉધનામાં કંસ્ટ્રક્શન સાઇટની ઓફિસમાં ધમધમતા જુગારની ક્લબ પર પીસીબીએ દરોડો પાડી બિલ્ડર દીપક સેવક સહિત 11 જુગારીઓને પકડી પાડ્યા હતા. જેમાં જુગારીઓ પાસેથી કુલ 12.12 લાખની મતા કબજે કરવામાં આવી હતીમળતી માહિતી મુજબ ઉધનામાં સાઉથ ઝોનની બાજુમાં નવા બંધાતા સાહેબજી શોપર્સ કોમ્લેક્ષના ત્રીજા માળે જુગાર રમાય છે.
એવી બાતમી પીસીબીને મળતા પીસીબીએ રેડ કરી હતી જેમાં જુગાર રમતા બિલ્ડર સહિત 11 વ્યક્તિની ધરપકડ કરી હતી. જે સાઇટ પર જુગાર રમાઈ રહ્યો હતો તે સાઇટ બિલ્ડર દીપક સેવક બનાવી રહ્યો છે.દીપક સેવક લાંબા સમયથી આ સ્થળે જુગારની ક્લબ ચલાવતો હતો. ઉધના PI એમ.વી. પટેલને આટલા મોટા ગોરખધંધાની ગંધ સુદ્ધા ન આવી તે આશ્ચર્ય પમાડે તેવી વાત છે. PI સામે ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરી શકે છે.