
સુરત તક્ષશિલા અગ્નિકાંડને 3 વર્ષ પૂર્ણ થયા, સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, 'મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. સુરતના સરથાણા જકાતનાકા પર આવેલીતક્ષશિલા બિલ્ડીંગમાં સર્જાયેલી આગની દુર્ઘટનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. 3 વર્ષ અગાઉ સર્જાયેલી આગની હોનારતમાં 22 માસૂમોહોમાઈ ગયા બાદ તેમના વાલીઓ અને મૃતકોના સ્વજનો દ્વારા ન્યાય મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. વાલીઓ દ્વારા આજે તક્ષશિલા ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તમામ મૃતકોના સ્વજનોની આંખો આજે ફરી એક વખતછલકાઈ હતી. મૃતકોના વાલીઓએ કોર્ટમાં રોજે રોજ સુનાવણી થાય તેવી માગ સાથે ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિતના તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર કેસમાં 14 જેટલા આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે.
