સુરત- હ્યુમન રાઇટ્સ અને પત્રકાર તરીકે ઓળખ આપી તોડબાજી કરતી ટોળકી ઝડપાઇ

Subham Bhatt
1 Min Read

ગુજરાતમાં ખોટા પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. પત્રકારની ઓળખ આપી પૈસાનો તોડ કરનારઇસમોને પકડવામાં આવી રહ્યા છે, ભૂતકાળમાં પણ આવા બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતમાં પણ આવો જ એક ઈસમ પકડાયો છે. સુરત અમરોલી પોલીસે હ્યુમન રાઇટ્સ અને પત્રકાર તરીકે ઓળખ આપી તોડબાજી કરતી ટોળકી ઝડપી પાડવામાં આવી છે. અમરોલીમાં એપરીને ધમકાવી 45 હજાર પડાવી લીધા હતા.

Surat: A gang identified as a human rights activist and a journalist was nabbed

પત્રકાર તરીકે ઓળખ આપનારા 1કાર્તિક ઉર્ફે રાજ શેઠ 2 પ્રકાશ મોલિયા 3 ઉદિત ભાવસાર 4 હર્ષિત લૂખી ની અમરોલી પોલીસે ધરપકડકરવામાં આવી છે. અમરોલી ના કન્સલ્ટન્ટ ને લાયસન્સના રૂપિયા વધારે પડાવતા હોવાનું કહી 45 હજાર પડાવી લીધા હતા.ચારેય પાસેથી હ્યુમન રાઇટ્સ અને જુદી જુદી પ્રેસ ના નામના ઓળખ કાર્ડ મળ્યા હતા. પકડાયેલા પત્રકારો પૈકી કાર્તિક શેઠ અગાઉ પોકસો ના ગુન્હામાં ઝડપાયો હતો.

Share This Article