સુરત- સૂર્યા મરાઠી ગેંગનો સભ્ય લોડેડ રિવોલ્વર સાથે ઝડપાયો

Subham Bhatt
2 Min Read

સુરતમાં સૂર્યા મરાઠી ગેંગનો સભ્ય લોડેડ રિવોલ્વર સાથે પોલીસ ના હાથે ઝડપાયો, 'સામેની ગેંગવાળા હત્યા કરી નાખે તેની હતીબીકથી રિવોલ્વર લઈ ફરતો હતો. સુરત ના સૂર્યા મરાઠી ની ગેંગમાં રૂપેશ કાશીનાથ પાટીલ પણ સભ્ય હતો, જોકે 2019માંસૂર્યાની હત્યા તેના વિસ્તારમાં જ કરવામાં આવી હતી, ત્યારે તેની ગેંગના લોકોએ આ વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં રહેવાજતા રહ્યા હતા, પણ ભૂતકાળના દુશ્મનોનો રૂપેશને ડર હતો કે, સુર્યાની જેમ તેની પણ હત્યા કરી નાખવામાં આવશે. વેડરોડવિસ્તારની સૂર્યા મરાઠી (surya marathi) ગેંગના સભ્ય પોતાના મુખીયાની હત્યા બાદ સામેની ગેંગ વાળા તેની પણ હત્યા કરીનાખશે તે બીકે ચાર મહિના પહેલા મધ્ય પ્રદેશથી લાવેલ રિવોલ્વર સાથે સુરત પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે પકડાયેલા આરોપી પાસે લોડેડ રિવોલ્વર સાથે કારતૂસ પોલીસે કબજે કર્યા હતા.

Surat: A member of Surya Marathi gang was caught with a loaded revolver

આ આરોપી સુરતમાં 10 કરતા વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ પોલીસ તપાસ સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેડરોડ પર થોડા દિવસ પહેલા ગેંગ વોરની વાત સામે આવી હતી. આ વિસ્તાર સૂર્યા મરાઠી અને યુપીની ટુન ટુન ગેંગ વચ્ચે થોડા દિવસ થાયને માથાકૂટ થતી હતી. સૂર્યામરાઠીની ગેંગમાં રૂપેશ કાશીનાથ પાટીલ પણ સભ્ય હતો, જોકે 2019માં સૂર્યાની હત્યા તેના વિસ્તારમાં જ કરવામાં આવીહતી, ત્યારે તેની ગેંગના લોકોએ આ વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા, પણ ભૂતકાળના દુશ્મનોનો રૂપેશનેડર હતો કે, સુર્યાની જેમ તેની પણ હત્યા કરી નાખવામાં આવશે, આ ડરના કારણે ચાર મહિના પહેલા રૂપેશ મધ્ય પ્રદેશથી એક રિવોલ્વર લઇને આવ્યો હતો અને પોતાની પાસે રાખતો હતો.

Share This Article