સુરત : લાકડા ચોરીના કેસમાં યુવકને વ્યારા વનવિભાગે ઝડપ્યો

admin
2 Min Read

લાડકા ચોરીના કેસમાં યુવકને વ્યારા વનવિભાગે ઝડપ્યો હતો. બાદમાં તેને સારવાર માટે વ્યારા જનરલ બાદ સુરત સિવિલમાં 10 દિવસ સુધી રખાયો હતો અને બાદમાં ગઈકાલે રજા અપાયા બાદ શનિવારે ફરી કોર્ટના આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો હતો. યુવકે સિવિલમાં જણાવ્યું હતું કે, તેને વનવિભાગના કર્મચારીઓએ વગર વાંકે ઢોર માર માર્યો છે જ્યારે વનવિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, લાકડા ચોરીના બે ગુનામાં તે આરોપી છે. ખોટા આક્ષેપો મુક્યાં છે કોઈ માર મરાયો નથી. વ્યારાના ચીંથલડા ગામે રહેતા જીતેન્દ્ર ગામીત(ઉ.વ.આ.28)નાએ સુરત સિવિલમાં જણાવ્યું હતું કે, 8મી ઓક્ટોબરના રોજ તે મિત્ર આશિષ સાથે તથા સંબંધી રતનજીની દીકરીને ગામડેથી વ્યારા બસ ડેપો પર મુકવા જતા હતા તે દરમિયાન મળસ્કે ફોરેસ્ટર રીના ચૌધરી અને તેના પતિએ કારમાં આવ્યા હતાં. જીતેન્દ્રની ગાડીમાં પેટ્રોલ ન હોવાથી તેઓ ઉભા હતાં. ત્યાં આવીને ફોરેસ્ટરે પુછપરછ કરી અને બાદમાં વનવિભાગની ગાડીઓ અને કર્મચારીઓને બોલાવી લીધા હતા અને જીતેન્દ્ર આશિષને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.બાદમાં ઓફિસે લઈ જઈને ઉંધો બાંધીને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જીતેન્દ્રએ કહ્યું કે, ઈજાઓ ગંભીર હોવાથી તાત્કાલિક વ્યારા જનરલમાં દાખલ કરાયો પરંતુ તેમણે સુરત સિવિલ મોકલી આપ્યા હતાં. 8મીથી લઈને 18મી સુધી સારવાર ચાલી બાદમાં સુરત સિવિલમાંથી રજા આપી દેવાઈ હતી. જેથી વનવિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં જીતેન્દ્રએ દુઃખાવો હોવાનું તથા માર માર્યાના આક્ષેપ કરતાં ફરી સારવાર અને સર્ટી માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

Share This Article