બનાસકાંઠા : થરાદમાં ભાજપ દ્વારા રોડ શો

admin
1 Min Read

થરાદમાં ભાજપનો રોડ શો કાઢવામાં આવ્યો હતો. જેમાં જાણીતી ગાયિકા કાજલ મહેરિયાનો રોડ શો કરી ભાજપનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારને મત આપવા કાજલ મહેરિયાએ પણ અપીલ કરી હતી. રોડ શોમાં ઉમેદવાર જીવરાજભાઈ પટેલની સાથે સાંસદ પરબત પટેલ સહિત સમર્થકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, થરાદ એ પી એમ સી ખાતે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક  કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા. ત્યારે આ કાર્યક્રમમાં  બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલ,કેસાજી ચૌહાણ, અમૃતભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની પેટા ચૂંટણી પરબતભાઇ કરતા પણ વધુ મતોથી કમળને જીતડવાની હાકલ કરી હતી. થરાદ એ.પી.એમ.સી. મુકામે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના જિલ્લાના પ્રભારી દુષ્યંતભાઇની અધ્યક્ષતામાં આગામી ચુંટણી અંગે ઉમેદવારના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ત્યારે ૨૧મી ઓક્ટોમ્બરનાં રોજ ચુટણી થવાની છે ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. 

Share This Article