સુરત – ફુટપાથ પાસેથી 3 વર્ષની બાળકીનું અપહરણ

admin
1 Min Read

સુરતના વરાછા વિસ્તારમાં 3 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. ત્યારે અપહરણના CCTV સામે આવ્યા છે. જેમાં એક મહિલા બાળકીને લઇને જતી દેખાઇ રહી છે. બાળકી ઊંઘી રહી હતી તે સમયે મહિલા બાળકીનું અપહરણ કર્યું. હાલ વરાછા પોલીસે CCTVના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામનો વતની પપ્પુ ધનજી દેવીપુજક સુરતમાં વરાછામાં લંબે હનુમાન રોડ પર શ્રી ગોવર્ધનજી બેઠક હવેલી મંદિર સામે જાહેર રોડ પર ફુટપાથ પાસે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 7 વર્ષનો દીકરો રવી અને 3 વર્ષની દીકરી પુજા છે. પપ્પુ ભંગારની ફેરી મારે છે,પત્ની પણ મજૂરી કરે છે. મંગળવારે સવારે 4 વાગે પુજા રડવા લાગી હતી. ત્યારે તેને ચાર-પાપડી ખવડાવી સુવડાવી દીધી હતી. ત્યાર બાદ પાંચેક વાગે રવી જાગ્યો અને તેને પણ ખાવાનું માંગ્યું હતું. ત્યારે પુજા ત્યાં ન હતી. તેથી 4 થી 5 વાગ્યા દરમિયાન ગમે ત્યારે કોઈ અજાણ્યું પુજાનું અપહરણ કરી ગયું હતું. સવારે પપ્પુએ વરાછા પોલીસને જાણ કરી હતી.

 

Share This Article