સુરત – પીપોદરા GIDCમાં લાગી આગ ,યાર્નના કારખાનામાં ભીષણ આગ

admin
1 Min Read

 

સુરતના પીપોદરા વિસ્તારમાં આવેલી એક યાર્ન કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘાટનામાં સુરત સહિત કામરેજના ત્રણથી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. પીપોદરા જીઆઈડીસીમાં ગોલ્ડી ગ્રીન કંપનીની પાછળ આવેલી યાર્ન બનાવતી માઈક્રો કંપનીમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે યાર્ન ઝપેટમાં આવ્યા બાદ આગે ભયાવહ રૂપ ધારણ કર્યું હતું. આગની જવાળાઓમાં સળગતાં સામાનને બચાવવા કામદારોએ બોક્સને સલામત જગ્યાએ મુકવાનું શરૂ કર્યું હતું. બાદમાં આગ બાજુની કંપનીમાં પણ ફેલાઈ હતી.

જો કે, ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી આવીને સૌ પ્રથમ આસપાસ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. સુરત મ્યુન્સીપલ કોર્પોરેશન, કડોદરા જીઆઈડી વગેરે ફાયર ટેન્ડરોએ 4 કલાકથી વધુ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ આગમાં ફેક્ટરીમાં લાગેલ કિંમતી મશીનરી અને યાર્નને નુકસાન થયેલ હતું. કોઈ જાનનું નુકસાન થયું હોવાનું હજુ સુધી કોઈ સમાચાર સાંપડ્યા નથી. હાલ પોલીસે પણ ઘટનાની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક કારણમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળેલ છે

Share This Article