સુરત – ધોળા દિવસે પ્રોપર્ટી બ્રોકરના ઘરમાં ચોરી

admin
1 Min Read

 

સુરતના સીટીલાઈટ વિસ્તારમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. ધોળા દિવસે પ્રોપર્ટી બ્રોકરના ઘરમાંથી બે મહિલા ચોરી કરીને ફરાર થઈ ગઈ. જે બંને મહિલાએ ચોરી કરી તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સાંભળીને તમને નવાઈ લાગશે કે ઘરની નોકરાણીએજ આ ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે. ઘરમાં 10 હજારની રોકડ રકમ સહિત 17 લાખના દાગીના લઈને બંને ચોર મહિલાઓ ફરાર થઈ ગઈ છે. મહત્વની બાબત એ છે કે, જે નોકરાણીએ આ ચોરીને અંજામ આપ્યો તે માત્ર આઠ દિવસ અગાઉ કામે લાગી હતી. સમગ્ર મામલે ઉમનરા પોલીસે બે મહિલાઓ સામે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે શહેરનાં ઉમરા વિસ્તારનાં આશિર્વાદ પાર્કમાં આવેલા ફ્લેટ નંબર જી- 816માં રહેતા અને પ્રોપ્ર્ટી બ્રોકરનું કામ કરતાં શંભુનાથ પ્રહલાદરાય હિંમત સિંગકાના ઘરે કચરા પોતાનું કામ કરવા એક મહિલા આવતી હતી. આ મહિસા સંગીતા ઉર્ફે ભારતી બબલુ નિશાદ અને તેની બહેન પૂજા ઉર્ફે ટીના રાજુ પાસવાન રહે. ભટારમાંથી સંગીતાએ શંભુનાથનાં દીકરાનાં બેડરૂમમાં આવેલ લાકડાનાં ફર્નિચરવાળા કબાટને ચાવીથી ખોલી ડ્રોવરમાં રાખેલ રોકડા 10 હજાર અને 17 લાખના ડાયમંડ અને સોનાના દાગીના સાથે કુલ 17 લાખ 10 હજારની ચોરી કરી હતી.

 

Share This Article