સુરત – રત્ન કલાકારનું કરાયું હતું અપહરણ

admin
1 Min Read

ડીંડોલી વિસ્તારમાં ગતરાત્રે ભંડારામાં હાજરી આપી ઘરે પરત ફરતા ડીંડોલીનારત્ન કલાકાર યુવાનનું કારમાં અપહરણ કરી ત્રણ અજાણ્યાએ માર માર્યો હતો અને બાદમાં ખરવાસા સચીન રોડ ઉપર ફેંકી ફરાર થઇ ગયા હતા. રત્નકલાકારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. ડિંડોલીની પ્રિયંકા મેટ્રો સિટી ખાતે રહેતા વિજય દિપક વિસોલીયા(ઉ.વ.આ. 32) મંગળવારે સાંજે મણિભદ્ર સોસાયટીમાં ભંડારામાં ગયો હતો. જ્યાંથી નીકળતી વખતે ઈકો કારમાં આવેલા 3 અજાણ્યા ઈસમોએ કારમાં અપહરણ કરી માથામાં હથોડાના ઘા ઝીંકીને ઈજાગ્રસ્ત કરી દીધો હતો.

વિજયે સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, તેઓ ભૈયાની ભાષા બોલતા હતાં. એક વર્ષથી શોધી રહ્યા હોવાનું તથા મારી નાખવાના રૂપિયા મળ્યા હોવાનુંકહેતા હતાં. અપહણર અને હત્યાના પ્રયાસ અંગે વિજય અજાણ હોવાનું કહ્યું હતું. વિજયના 8 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયેલા જેમાં તેને પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાતે વિજય ગુમ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયું હતું.

Share This Article