સુરત : ખંડણી ખોરોનો વધુ એક વિડીઓ આવ્યો સામે

admin
1 Min Read

રાંદેર ટાઉનમાં નાંણાકીય લેતદેતીના વિવાદમાં સાળીના ઇશારે કેબલ ઓપરેટરને રામનગર ચાર રસ્તા પાસે જાહેરમાં માર મારી રૂ.5 લાખની માંગણી કરનાર બે માથાભારે વિરૂધ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. રાંદેર કોટ ફળિયાના તયબા એપાર્ટમેન્ટમાં રહેતો સલીમ હાસીમ સાદ્દીક (ઉ.વ. 39) રાંદેર ટાઉનમાં સલીમ વિઝન નામે કેબલનો વ્યવસાય કરે છે. આજે બપોરના અરસામાં પત્ની સફીયાને સ્કુલે મુકી પરત મોપેડ પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે પીછો કરતા-કરતા સજ્જાદ લાલુ શેખ (રહે. રસુલભાઇ જમાદાર સ્ટ્રીટ, રાંદેર ટાઉન) નામનો માથાભારે યુવાન આવ્યો હતો રાંદેર ટાઉનના સુથારવાડ ફળિયામાં સલીમને અટકાવી તેરી સાલી અસમા ને મુજે ભેજા હે ઓર પાંચ લાખ રૃપિયા મેરે કો દે પરના સાંજ તક મે તેરે કો પુરા દર દુંગા, એમ કહી રામનગર ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો. જેથી સલીમે મારે કોઇ પૈસા આપવાના નથઈ એમ કહી રામનગર ચાર રસ્તા ખાતે ગયો હતો. જયાં ઇમરાન અતીક બોમ્બેવાળા ઘસી આવ્યો હતો અને સજ્જાદભાઇને તેરે કો જો પાંચ રૃપિયે બોલા હે ઉસક કયા હે ઓર કબ દેગા એમ કહી જાહેર રસ્તા પર માર મારવાનું શરૃ કર્યુ હતું અને આ અરસામાં જ સજ્જાદ પણ ત્યાં આવ્યો હતો અને બંન્ને જણાએ સલીમને જાહેરમાં માર મારતા લોકોનું ટોળું એકઠુ થઇ ગયું હતું.

 

Share This Article