સુરત : સુરતમાં ‘હાય રે મોદી તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ’ના નારા સાથે કોંગ્રેસનું પ્રદર્શન

admin
1 Min Read

સુરત શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં થયેલા ધરખમ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સતત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ‘હાય રે મોદી તેરા ખેલ, સસ્તા દારૂ મહેંગા તેલ’ના નારા લગાવ્યા હતા.

સરકાર સો રહી હે જનતા રો રહી હૈ જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અલગ-અલગ વિધાનસભા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા. કોરોના કાળમાં લોકો પાસે રોજગારી નથી, આવકના સાધનો પણ ઉભા થઇ રહ્યા નથી તેવા સમયે કેન્દ્ર સરકારે ઇંધણના ભાવમાં વધારો ન થાય તેવી નીતિને અમલમાં લાવી જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારની અનઆવડતના કારણે આજે મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.

Share This Article