સુરત : ડિંડોલીમાં સાડીનો વેપારી ધંધો ઠપ થતાં દારૂનો વેપલો ચાલું કર્યો

admin
1 Min Read

કોરોનાકાળમાં લોકડાઉનથી સાડીનો ધંધો ઠપ થતાં ડિંડોલીના વેપારીને દેવુ થતાં દારૂની ખેપ મારવા જતાં ઝડપાઇ ગયો હતો.ડિંડોલી પોલીસના ચેતન વાનખેડે અને સંતોષ પાટીલને બાતમી મળી હતી કે ડિંડોલીના મધુરમ સર્કલ પાસે શ્યામવીલા સોસાયટીમાં રહેતો મૂળ ભીલવાડા,રાજસ્થાનના વેપારી મુકેશ રાધેશ્યામ સામરાએ વેચવા માટે દારૂ મંગાવ્યો છે.આ દારૂ વેપારીની પાર્કિંગમાં પડેલી કારમાં છે. પોલીસે તપાસ કરતાં કારમાંથી 27 હજારની કિંમતની દારૂની 60 બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે 2.50 લાખની કાર પણ કબજે કરી હતી.

પૂછપરછમાં વેપારી મુકેશે પોલીસને જણાવ્યું કે છેલ્લાં દોઢ વર્ષમાં કોરોનાકાળમાં લોકડાઉનને લઇ તેનો ધંધો પડી ભાંગ્યો હતો અને તેના માથે દેવુ થઇ ગયું હતું. જેથી આર્થિક સંકડામણથી બહાર આવવા માટે તેણે વેચવા માટે દારૂ મંગાવ્યો હતો. મુકેશ પહેલી ખેપમાં જ ઝડપાઇ ગયો હતો. મુકેશે આષુષ નામના બુટલેગર પાસેથી દારૂ લાવ્યો હતો.

Share This Article