સુરત : MLC વગરના દર્દીઓને ભગાડી દેવાનું ષડયંત્ર

admin
1 Min Read

સુરત સિવિલ હોસ્પિટલમાં MLC વગરના દર્દીઓ ને ભગાડી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. માનસિક બીમાર યુવકને ઇજાગ્રસ્ત અને શરીરમાંથી જીવતા જીવડા નીકળતી હાલતમાં લવાયા બાદ પણ ટ્રોમાં સેન્ટરમાં ડોક્ટરોએ સારવાર કરવાનીના પાડી 108ના કર્મચારીઓને ખખડાવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે 108ના કર્મચારીએ જણાવ્યું હતું કે એક યુવક કડીવાળા સ્કૂલ ચાર રસ્તા પાસે રોડ બાજુ એ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો છે.

 

ઘટના સ્થળે ગયા બાદ તપાસ કરતા યુવકના શરીર માંથી જીવતા જીવડાં નિકળતા હતા. આખા શરીર પર ઇજા ના નિશાન હતા. યુવક માનસિક બીમાર હોય એમ લાગતું હતું. તાત્કાલિક યુવક ને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ડોક્ટરો એ દર્દી ને જોઈ કહી દીધું આને બીજે લઈ જાઉં, વોચમેનને બોલાવતા દર્દી ઉશ્કેરાય ગયો હતો,  વધુમાં જણાવ્યું હતું કે સિવિલના ટ્રોમાં સેન્ટરના ડોક્ટરો કહે છે હાલ ઇમજન્સી એટલે MLC કેસના દર્દીઓની સારવાર કરાશે, બીજા સામાન્ય બીમારીઓના દર્દીઓને લાવવા નહિ એમ કહી રહ્યા છે. ત્યારે  આ જોતા  હાલ તો એવું જ લાગી રહ્યું છે કે માનવતા મરી પરવારી હોય એ નક્કી છે.

Share This Article